કિસાન ક્રેડિટ કાર્ડ યોજના

Published on 20/11/22 by i khedut 

ભારતમાં ખેડૂતોને ઓછા સમય માટે લોન લેવાના ઉદ્દેશથી શરૂ કરવામાં આવી હતી

ખેડૂત પોતાની કૃષિ જરૂરીયાતોને પૂર્ણ કરવા માટે કિસાન ક્રેડિટ કાર્ડના માધ્યમથી ઓછા વ્યાજ દરે લોન લઇ શકે છે.

આ અંતર્ગત લેવામાં આવેલી લોન પર વાર્ષિક 7 ટકાના દરે વ્યાજ લેવામાં આવે છે, જો ખેડૂત સમયસર લોન ચૂકવે તો તેને પણ 3 ટકાની છૂટ મળે છે.

જો કોઈ ખેડૂત ક્રેડિટ કાર્ડ દ્વારા લોન લે છે, તો તેને 1 લાખ રૂપિયા પર એક વર્ષ માટે 7 હજાર રૂપિયા ચૂકવવા પડશે.

જો ખેડૂત સમયસર લોન પરત આપે તો તેને 3 હજાર રૂપિયાની છૂટ મળે છે.

જ્યારે કોવિડ-19 નો ચેપ ભારતમાં ફેલાઈ રહ્યો હતો. આ સ્થિતિમાં ખેડૂતોને લાભ આપવા કિસાન ક્રેડિટ કાર્ડ યોજના જાહેર કરવામાં આવી હતી.

આ ક્રેડિટ કાર્ડ એ જ ખેડૂતોને આપવામાં આવે છે જેમનું પીએમ કિસાન સન્માન નિધિ એકાઉન્ટ હોય માટે જેનું એકાઉન્ટ નથી તેઓ ખોલાવી લેવો.