જાણો Hero VIDA ઇલેક્ટ્રિક સ્કૂટરના ફીચર્સ
published on 15 October, 2022 BY I-khedut Team
EV લેતા પહેલા જરૂર વાંચો
Hero MotoCorp, ભારતની સૌથી મોટી ટુ વ્હીલર ઉત્પાદક કંપનીએ તેની નવી EV બ્રાન્ડ Vida હેઠળ પ્રથમ ઈ-સ્કૂટર લોન્ચ કર્યું છે.
Hero VIDA ઇલેક્ટ્રિક સ્કૂટર ની કિંમત
Vida V1 બે વેરિઅન્ટમાં ઉપલબ્ધ થશે
V1 Pro અને V1 Plus
Vida V1 Proની કિંમત 1.59 રૂપિયા છે.
જ્યારે Vida V1 Plusની કિંમત 1.45 લાખ રૂપિયા છે.
Hero VIDA EV ડ્રાઇવિંગ રેન્જ
કંપનીનો દાવો છે કે V1 Pro ઇલેક્ટ્રિક સ્કૂટર ફુલ ચાર્જિંગમાં 165 કિમી સુધીનું અંતર કાપી શકે છે.
જ્યારે V1 પ્લસ 143 કિમીની IDC પ્રમાણિત રેન્જ ધરાવે છે.
Hero VIDA EV ની ટોપ સ્પીડ
બંને સ્કૂટરની ટોપ સ્પીડ 80 kmph છે.
Hero VIDA EV ની બુકિંગ કેવી રીતે થશે?
Vida V1 માટે બુકિંગ 10 ઓક્ટોબરથી 2,499 રૂપિયાની ટોકન રકમ પર શરૂ થશે.
Hero VIDA EV ની ડિલિવરી ક્યારે થશે?
તેની ડિલિવરી ડિસેમ્બરના બીજા સપ્તાહથી શરૂ થશે. V1 સૌપ્રથમ બેંગલુરુ, જયપુર અને નવી દિલ્હીમાં લોન્ચ કરવામાં આવશે.